દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પેટ્રોલ-ડીઝલ સાથે CNG-PNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
IGL પાસેથી મળતી માહિતી મુજબ, PNGના ભાવમાં એક રૂપિયા પ્રતિ SCMનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે CNG ગેસના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હજુ પણ આગામી સમયમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ઈંધણ દિવસેને દિવસે મોંઘું થઈ રહ્યું છે. PNG ના ભાવ પેલા CNG, LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. PNG ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધતા જ ગેસનો ભાવ 35.87 રૂપિયા પ્રતિ SCM થઈ ગયો છે. ગાઝિયાબાદમાં પણ PNGનો ભાવ 35.87 રૂપિયા પ્રતિ SCM નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં PNGનો ભાવ પ્રતિ SCM રૂપિયા 36.61 નોંધાઈ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં CNG અને PNGના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત દ્વારા CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યારે PNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. ગુજરાતમાં CNGનો નવો ભાવ 70.53 રૂપિયા પ્રતિકિલો થઇ ગયો છે. જ્યારે PNGનો નવો ભાવ 39.05 રૂપિયા પ્રતિકિલો થઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment