હવે આ નહીં જીવવા દે! ઉનાળામાં લીંબુના ભાવ સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ થયો વધારો – જાણો અલગ-અલગ શાકભાજીના ભાવ…

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો વધી રહયો છે. ત્યારે બીજી તરફ મોંઘવારીની મહામારી વધી રહી છે.

ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા હતા. ત્યારે હવે લીંબુ સાથે અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. શાકભાજીના પ્રતિ કિલો ભાવમાં 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં માર્કેટમાં લીંબુ 170 રૂપિયાથી લઇને 200 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળી રહ્યા છે.

શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી આ વર્ષે ભાવ વધારો જોવા મળ્યો છે. શાકભાજીના ભાવ ની વાત કરીએ તો માર્કેટમાં કોબીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ફ્લાવરનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ભીંડાનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. દુધીનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

ફણસીનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. કેપ્સીકમનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ગુવારનો ભાવ 80 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. વટાણાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. રીંગણાનો ભાવ 45 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

ગલકાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. તુરીયાનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. કાચી કેરીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. કારેલાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ટામેટાનો ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

મરચાનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. આજના નવા આદુનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. મેથીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. ધાણાનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. લીલા લસણનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. લીલી ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*