જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે ત્યારથી ગુજરાતમાં મુદ્દાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, ઇનફાસ્ટ્રક્ચર, ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેવા જન કલ્યાણકારી મુદ્દા ઉપર આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં શાનદાર કામો કર્યા છે.
અને ગુજરાતના લોકો પણ ઈચ્છે રહ્યા છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બંને અને દિલ્હી અને પંજાબ જેવા જ કામો ગુજરાતમાં પણ થાય. એટલા માટે આજે સમગ્ર ગુજરાતના સેવાભાવી લોકો ધીમે ધીમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત ભરમાંથી અલગ અલગ સમાજના તથા અલગ અલગ વર્ગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાતના ઉજ્વળ ભવિષ્ય માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.
ત્યારે વધુ એક સેવાભાવી વ્યક્તિ આ બાદમી પાર્ટીમાં જોડાયા છે. માણસાના પ્રખ્યાત અને સેવાભાવી ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ બાજુ પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીના હાથે ટોપી અને ખેસ પહેરીને ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ડોક્ટર રાકેશ ગોસ્વામી એમબીબીએસ અને એમડી ની ડિગ્રી ધરાવે છે.
ડોક્ટર રાકેશ ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજ તથા જાયન્ટ ગ્રુપના પ્રમુખ છે. ડોક્ટર રાકેશ ગોસ્વામી વર્ષોથી ફી મેડિકલ કેમ્પ, મફતમાં અનાજ વિતરણ, વૃક્ષારોપણ તથા ગરીબોના સેવાના કામ કરી ચૂક્યા છે. ડોક્ટર રાકેશ ગોસ્વામી એ કોરોનાના કાળ દરમિયાન દિવસ રાત લોકોની સેવા કરી છે. અરવિંદ કેજરીવાલના કામ અને તેમની ઈમાનદારીથી પ્રભાવિત થઈને ડોક્ટર રાકેશ ગોસ્વામી પાર્ટીમાં જોડાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment