દુનિયામાં ઘણા બધા એવા લોકો છે જે સામાન્ય લોકો કરતા થોડા ઘણા અલગ હોય છે અને સામાન્ય માણસ જેવા નથી હોતા. મિત્રો આ પૃથ્વી પર જન્મ લેનાર તમામ લોકો સરખા નથી હોતા અમુક લોકોની હાઈટ ઉંચી હોય છે તો અમુક લોકોની હાઈટ નીચી હોય છે અમુક ઘણા જાડા હોય છે
તો અમુક ઘણા પતલા હોય છે મતલબ કે ઈશ્વર કંઈકને કંઈક ખામી રાખતો જ હોય છે ત્યારે આજે અમે તમને એક એવા પ્રતિભાશાળી વ્યક્તિની વાત કરવાના છીએ જેમની ઊંચાઈ માત્રને માત્ર ત્રણ ફૂટ છે પરંતુ પોતાની મહેનત અને લગનથી એવું મુકામ હસીન કર્યું છે કે જે છ ફૂટના લોકો પણ ના કરી શકે.અમે વાત કરી રહ્યા છીએ
ભાવનગરના તળાજા ના ગોરખી ગામના રહેવાસી ડોક્ટર ગણેશ બારૈયા ની. તેમની હાઈટ માત્ર ત્રણ ફૂટ અને વજન તો 15 કિલો આસપાસ છે. એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને તેમનું સપનું હતું કે તેઓ ડોક્ટર બને અને જ્યારે તેઓ એડમિશન લેવા ગયા ત્યારે મેડિકલ કમિટીએ તેમને નકારી દીધા અને કહ્યું કે તું ડોક્ટર બનવાને લાયક નથી.
આજ વાતથી ગણેશ બારૈયાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા પણ સફળતા ન મળી અને બાદમાં તે સુપ્રીમ કોર્ટના દ્વારે ગયો અને લડાઈ લડી.આખરે ગણેશા લડાઈ જીતી અને ગણેશ બારૈયાએ એમબીબીએસ પૂર્ણ કરતા ની સાથે જ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર તરીકે દિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
72 ટકા શારીરિક ખામીને પગલે તેના દિવ્યાંગ ઉમેદવાર ક્વોટા માંએડમિશન મળ્યું છે. તેને નીટની પરીક્ષામાં 223 માર્ક્સ મેળવ્યા હતા. ગરીબ પરિવારમાં જન્મેલો ગણેશનો ધ્યેય કોઈપણ ભોગે ડોક્ટર બનવાનો હતો અને ડોક્ટર બનીને ખાસ બાળકોની ઊંચાઈ વધારી શકાય એવું સંશોધન કરવા માંગતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment