શું તમે જાણો છો રામ મંદિરની નીચે ટાઈમ કેપ્સુલ કેમ મૂકવામાં આવી…? જાણો આ ટાઈમે કેપ્સુલ વિશે…

આપણે સૌ જાણીએ જ છીએ કે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા છે. પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ સમગ્ર દેશના રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને આજરોજ જ્યારે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે રામ મંદિરમાં ઘણી બધી વિશેષતાઓ છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, મંદિરની નીચે 2000 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સુલ મૂકવામાં આવી છે. રામ મંદિરના ઇતિહાસ અને રામ જન્મભૂમિ સાથે જોડાયેલા તમામ બાબતોની માહિતી રાખવા માટે આ ટાઈમ કેપ્સુલ મૂકવામાં આવી છે.

ટાઈમ કેપ્સુલ માં એક ખાસ એસિડમાં ખાસ દસ્તાવેજ હોય છે, જે વર્ષો સુધી બગડતો નથી. રામ મંદિરની નીચે જે ટાઈમ કેપ્સુલ મૂકવામાં આવી છે તે સંસ્કૃત ભાષામાં દસ્તાવેજ છે. જે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર, પ્રભુ શ્રી રામ અને તેમના જન્મ વિશેની માહિતી પ્રદાન કરે છે.

ટ્રસ્ટે જણાવ્યું કે આ કેપ્સ્યુલ તાંબાની બનેલી છે, પૃથ્વી પર કોઈ પણ પ્રકારની આફત આવે કે સેકડો વર્ષો વીતી જાય પણ આ કેપ્સુલ દ્વારા રામ જન્મભૂમિની અને રામ મંદિર ની માહિતી મેળવી શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*