દેશ વિદેશના તમામ ખેલાડીઓ ઓલમ્પિકમાં ભાગ લેતા હોય છે અને પોતાના ખેલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ માટે મેડલ લાવવાનું સપનું દરેક ખેલાડીઓ જોતા હોય છે. આ માત્ર મેડલ નહિ પરંતુ ખેલાડી સહિત સમગ્ર દેશની ભાવના પ્રેમ અને લાગણી છુપાયેલી હોય છે તથા તેમની પાછળના શંકર છો ને કારણે જ આ મેડલ પ્રાપ્ત થતો હોય છે.તેમાં પણ ગોલ્ડ મેડલ જીતવાથી દેશની પ્રતિષ્ઠામાં વધારો થતો હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર આ ગોલ્ડ મેડલમાં સોનુ હોય છે તમને ક્યારેય પણ આવો પ્રશ્ન થયો છે? તો ચાલો આજે આપણે ગોલ્ડ મેડલ વિશે થોડી માહિતી મેળવીએ કે હકીકતમાં આ ગોલ્ડ મેડલ કયા બને છે અને તેમાં કયા કયા ધાતુનો સમાવેશ થાય છે આ સાથે જ આખરે તેની કિંમત કેટલી હોય છે.
સૌપ્રથમ તો આ ગોલ્ડ મેડલનું નામ સાંભળતા જ આપણને એ પ્રશ્ન થાય છે કે હકીકતમાં આ મેડલમાં કેટલું સોનું હશે.તો ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી અનુસાર ગોલ્ડ મેડલમાં છ ગ્રામ જેટલું સોનું રહેલું હોય છે.જે આજે ભારતના સોનાની કિંમત પ્રમાણે 80,000 કરતા પણ વધારે છે. ઓલમ્પિકમાં આપવામાં આવતા તમામ મેડલનું વજન 529 ગ્રામ હોય છે. ઘણા સૂત્રો અનુસાર આ મેડલમાં એફરીલ ટાવરના ઘણા ભાગોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જેથી આ મેડલ ની કિંમત વધારે જોવા મળે છે. હવે આપને જણાવીએ કે સિલ્વર મેડલમાં શું ખાસિયત હોય છે તો તે મેડલમાં સંપૂર્ણ મેડલને સિલ્વર થી બનાવવામાં આવે છે તેમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવતું નથી.
આ સાથે બ્રોન્ઝ મેડલ માં તાંબા ટીન અને જસતનું મિશ્રણ કરવામાં આવે છે. આ ત્રણેય મેડલમાં અલગ અલગ ખાસિયત રહેલી છે જે વિશે આપે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. પરંતુ આ ત્રણેય મેડલના મહત્વ ઓલમ્પિકના મેદાનમાં અલગ અલગ થઈ જતા હોય છે જ્યાં દરેક લોકોનું સપનું ગોલ્ડ મેડલ જીતવાનું હોય છે પરંતુ આ તમામ મેડલ દેશની પ્રતિષ્ઠા માન સન્માનમાં વધારો કરે છે આ સાથે જ દરેક ખેલાડી માટે ગર્વ બની જતું હોય છે.
હવે આપને પ્રશ્ન થશે કે આ તમામ મેડલો કયા અને કેવી રીતે તથા કોના દ્વારા બનાવવામાં આવે છે તો આજે તેની વિશે પણ થોડી માહિતી મેળવીએ. દરેક ઓલમ્પિકમાં અલગ અલગ કંપનીઓ આ મેડલ બનાવતી હોય છે. વર્ષ 2024 માં આયોજિત થયેલ ઓલમ્પિકના મેડલ મોનેટ ડી પેરિસ દ્વારા બનાવવામાં આવ્યો છે આ તમામ મેડલ બનાવવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે.