જાણો આજે ગુજરાતમાં શું રહેશે ખુલ્લું અને બંધ ? રાજ્યના 29 જિલ્લામાં આજથી આંશિક લોકડાઉન.

215

મુખ્યમંત્રીએ ફેસબુકના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહામારી ના કારણે જીવ ગુમાવનાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.29 શહેરોમાં નિયંત્રણો રાજ્યના શહેરો નાના નગરોમાં ભીડ ઘટાડવા અને સંક્રમણની ચેન તોડવા માટે લગાવ્યા છે.

ગામના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને જવાબદાર આગેવાનો સાથે મળી સ્વેચ્છિક નિયંત્રણો લાગવાની સાથે આવશ્યક પગલાં લે તે જરૂરી છે. સાથે મળી સરકારે મુકેલા નિયંત્રણો પ્રમાણે વ્યવસ્થા બનાવવાની છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધતા અન્ય 9 શહેરોમાં પણ રાત્રી કર્ફ્યુ લાદયું છે.આમ ફૂલ 29 શહેરોમાં રાત્રે 8 થી 6 બધું બંધ રહેશે.

આ સાથે આ 29 શહેરોમાં દિવસના 6 થી 8 દરમિયાન પણ અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેમાં ઓપન માર્કેટ, મોલ, દુકાન કોમ્પ્લેક્સ, હોલ, ઓડિટોરિયમ, જીમ, વોટરપાર્ક, બગીચા અને બ્યુટી પાર્લર બધ કર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતાને નિવેદન કરતા કહ્યું છે કે, નાગરિકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળી અને સરકારે લાદેલા નિયંત્રણ નું ચુસ્ત પણે પાલન કરે.

હવે આપણી પાસે કોરોના સામે વેક્સિન નું અમધ શસ્ત્ર છે ત્યારે લોકો ઝડપથી વેક્સિન મેળવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!