આપણી દેશની ધરતીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે, દેશના ખૂણે ખૂણે દેવી-દેવતાઓના મંદિરે આવેલા છે. આજે પણ એવા ઘણા મંદિરો છે જ્યાં દેવી-દેવતાઓ હાજર બિરાજમાન છે. ત્યારે હાલમાં અમે તમને આવા જ એક મામાદેવના એક ચમત્કારી મંદિર વિશે જણાવવાના છીએ.
તમે મામાદેવના અનેક પરચાઓ વિશે સાંભળ્યું તો હશે જ. ત્યારે આજે આપણે ભાવનગરમાં આવેલા મામાદેવના એક મંદિર વિશે વાત કરવાના છીએ. જણાવી દઈએ કે, અહીં મંદિર ગુરૂવારના રોજ અને શુક્રવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે અને મામાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
મામાદેવ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોને મામાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. મિત્રો અહીં મંદિરે મામાદેવના માત્ર દર્શનથી ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે. જણાવી દઈએ કે, મામાદેવને ગુલાબ અને સુગંધી દ્રવ્યો ખૂબ જ પસંદ હોવાના કારણે ભક્તો દ્વારા અહીં તેમને સુગંધિત દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે.
જણાવી દઈએ કે, આ જગ્યા અને મામાદેવના ઓટલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મામાદેવનો ઓટલો છેલ્લા 50 વર્ષથી છે. કહેવાય છે કે, અહીં પહેલા પાણી નીકળતું હતું અને પછી અહીં મામાદેવનું સ્થાપન બનાવવામાં આવ્યું હતું.