શું તમે જાણો છો આ કુંવારા દેવતના મંદિર વિશે !!! એકવાર દર્શન માત્રથી કુવારા લોકોના થઈ જાય છે લગ્ન…

મિત્રો, ભારતમાં એક એવું મંદિર છે જ્યાં કુવારા લોકો ભગવાનના દર્શન કરે તો દર્શન માત્રથી તેમના લગ્ન થઈ જાય છે અને લોકો કહે છે કે, 50 વર્ષ જૂની પરંપરા છે અને આજે અમે તમને દેવતાનું નામ જણાવવા જઈ રહ્યા છીએ. જેને કુંવારાઓના દેવતા તરીકે ઓળખવામાં આવે છે.

જે મંદિર મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના જાવદ નગરમાં બિલ્લમબાવજીને કુવારાના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે રંગપંચમીના દિવસે શહેરના રહેવાસીઓ દ્વારા ધાર્મિક વિધિ મુજબ તેમની પૂજા કરવામાં આવ્યા બાદ તેમને બિરાજમાન કરવામાં આવે છે અને લોકો કહે છે કે, બિલ્લમ બાવજી નવ દિવસ રંગ તેરસ સુધી બિરાજે છે.

બાદમાં તેમને મંદીની અંદર સ્થાપિત કરવામાં આવે છે અને વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે, કુવારા લોકો અહીં દર્શન કરવા આવે તો તેમના જલ્દીથી લગ્ન થઈ જાય છે. અહીં કુવારાઓ પરિવારના સભ્યોને લઈને આવે છે અને માનતા માને છે અને આજ સુધીમાં ઘણા બધા એવા કુવારા છે જેમને અહીં અરજી લગાવી હોય.