ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં છૂટાછેડા લીધેલા એક પતિ-પત્નીએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું છે. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના નોઈડા માંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર પતિનું નામ તરુણ હતું અને તેની પત્ની નું નામ સરિતા હતું. જાણવા મળી રહ્યું છે કે થોડાક સમય પહેલા જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
તરુણ એન્જિનિયર હતો જ્યારે સરિતા ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી એક ઝેરી પદાર્થ અને એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, “હું પરેશાન છું કોઈને ખુશ નથી કરી શક્યો.” આ ઉપરાંત સુસાઇડ નોટમાં બીજું ઘણું બધું લખ્યું હતું.
વિગતવાર વાત કરીએ તો સરિતા અને તરુણના લગ્ન 2018માં થયા હતા. બંને 2021માં છુટાછેડા લઈ લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે તરુણ અને સરિતાએ સોમવારના રોજ ત્રણ સલ્ફાની ગોળી ખરીદી હતી. ત્યાર પછી તરુણે સરિતાની માંગ હરી હતી અને પછી બંને દારૂ પીધું હતું. ત્યારબાદ બંને એકસાથે સુસાઇડ કર્યું તેવું કહેવામાં આવી છે.
જાણવા મળી રહ્યો છે કે સુસાઇડ નોટમાં બેંક એકાઉન્ટ નંબર લખેલો હતો. આ ઉપરાંત ફૂલો સુધારવા વિશે પણ લખ્યું હતું. સુસાઈડ નોટ વાંચીને એવું લાગી રહ્યું છે કે તરુણના પરિવારે તેને લગ્ન માટે દબાણ કર્યું હશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને બંનેના પરિવારજનોની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment