દેશમાં છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો થયો નથી. બંનેના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. ત્યારે ડીઝલની જથ્થાબંધ ખરીદી કરતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાનો સીધો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારબાદ જથ્થાબંધ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ કારણોસર કંપનીઓ અને મોલ સહિત સંખ્યાબંધ લોકોને વેચાતુ ડીઝલ મોંઘું થઈ ગયું છે.
મળતી માહિતી અનુસાર પેટ્રોલ પંપ પર વેચાતું રિટેલ ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ખાનગી બસ ઓપરેટરો, કંપનીઓને અને મોલ જેવા જથ્થાબંધ ગ્રાહકો સામાન્ય રીતે પેટ્રોલિયમ કંપની પાસેથી સીધા જથ્થાબંધ ડીઝલની ખરીદી ખરીદી કરે છે.
તાજેતરમાં તેઓએ પણ હવે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું છે. પરિણામે પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલના રિટેલ વેચાણમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જથ્થાબંધ ડીઝલના ભાવમાં વધારો થતાં ખાનની પેટ્રોલિયમ કંપનીઓ માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો 136 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ જથ્થાબંધ ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારની રીટેલમાં વેચાતા ડીઝલના ભાવ ઉપર કોઈપણ પ્રકારની અસર નહીં પડે.
સૌથી વધુ નુકસાન પેટ્રોલિયમ કંપની થશે. કારણ કે જથ્થાબંધમાં ડીઝલની જે લોકો ખરીદી કરતા હતા. તે લોકો પણ હવે રીટેલમાં ખરીદી કરવા લાગ્યા છે. મુંબઈમાં જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ વધીને પ્રતિ લિટર 122.05 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં ડીઝલનો રીટેલ ભાવ પ્રતિ લિટર 94.14 રૂપિયા ચાલી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment