કોરોના નું વધુ સંક્રમણ ધરાવતા સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલ બેઠક કરી હતી. મોદીએ કોરોના ના કેસો રોકવા માટે જરૂર પડે તો એક દિવસના સંપૂર્ણ લોકડાઉન ની આ રાજ્યોને છૂટ આપી છે. આ સાત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડું,દિલ્હીને,પંજાબ નો સમાવેશ થાય છે.નરેન્દ્ર મોદી આ બેઠકમાં સાત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કરેલા પ્રયાસો ને વખાણ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું .
એક-બે દિવસનો લોકડાઉન લાદવાનો નિર્ણય લેવો કે નહીં તેમને નક્કી કરવાનું છે. એક-બે દિવસ આ કાર્ય કરવાથી કોરોના નું સંક્રમણ અટકાવવામાં કેટલી અસરકારક હાંસલ કરી શકાય તે આ નિર્ણય રાજ્યોએ કરવો જોઈએ.આ રાજ્યોમાં કોરોના ના કેસો માં જોરદાર ઉછાળો થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ સલાહ આપતા સાત રાજ્યોમાં પરી સંપૂર્ણ લોકડાઉન લાગે એવી અટકળો ચાલી રહી છે.
આ રાજ્યો પૈકી એક પણ રાજ્ય સત્તાવાર જાહેરાત કરી નથી કે મોદી સાહેબની સલાહને અનુસરી ને અઠવાડિયામાં બે દિવસમાં લોકડાઉન વિકલ્પ વિચારી રહ્યા છીએ.મોદી સરકારના કહેવા મુજબ lockdown ના કારણે કોરોના પર કાબુ મેળવી શકે છે
મોદી સરકાર પહેલા જ કહી ચૂક્યા છે કે, હવે ભારતમાં ફરી લોકડાઉન નહીં લદાય પણ આ રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન લાદવાનો નિર્ણય પોતે લઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment