મિત્રો તમે બધા ગુજરાતના લોકસાહિત્યકાર તેમજ લોક ગાયક દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ હંમેશા વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એક વખત દેવાયત ખવડ વિવાદમાં ફસાયા છે. રાજકોટના એક યુવાન પર ધોળા દિવસે જીવલેણ પ્રહાર કરવામાં દેવાયત ખવડનું નામ સામે આવ્યું છે.
એવું જાણવા મળી રહ્યું છે કે દેવાયત ખવડ પોતાના બે માણસો સાથે મળીને રાજકોટમાં સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર પીડિત મયુરસિંહ રાણા નામના વ્યક્તિએ જણાવ્યું કે દેવાયત ખવડે તેમના પર જીવલેણ પ્રહાર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાયત ખવડે લોખંડની પાઇપ વડે પોતાના બે મિત્રો સાથે મળીને મયુરસિંહ રાણા પર જીવલેણ પ્રહાર કર્યા હતા.
હાલમાં મયુરસિંહ રાણાની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ ઘટના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે મયુરસિંહ રાણા નામના વ્યક્તિને ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે દેવાયત ખવડ પોતાના બે સાથીઓ સાથે કારમાં તેમની પાસે આવી પહોંચે છે અને તેમના ઉપર જીવલેણ પ્રહાર કરે છે તેવી માહિતીઓ મળી રહે છે.
ત્યારબાદ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત થયેલા મયુરસિંહ રાણાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે શું થયેલું છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ ગયા બાદ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment