ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્યકક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈશુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની છેડતી કરવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.
ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ દારૂ પીધો હતો અને તેને દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કર્યો હતા.
આ મુદ્દે ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકો ડિટેઇન કર્યા છે.
અને 500 લોકોના ટોળા સામે FIR પણ નોંધાઈ ચુકી છે.આપે ઇસુદાન ગઢવી સામે દારૂ પીધો હોવાની ફરિયાદ કરતા તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.
અને એ રિપોર્ટ એક-બે દિવસમાં આવશે તેના આધારે ઈશુદાન ગઢવી સામે પ્રોહિબીશન એક્ટ ની કલમ લગાવી કે નહીં એ નક્કી થશે. પોલીસે આ કેસમાં તમામ સામે રાયોટીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment