મિત્રો તમે બધા સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો. ગોવિંદભાઈ ધોળકિયા હમેશા પોતાની સેવાકીય કામગીરીના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે આજે આપણે ગોવિંદભાઈ ધોળકિયાના એક ખૂબ જ સુંદર અને અનોખા સેવાકીય કામ વિશે જાણવાના છીએ. ગોવિંદભાઈ ધોળકિયાએ સંકલ્પ લીધો છે કે તેઓ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર બનાવશે.
મિત્રો આ સંકલ્પ માત્ર કરવા માટે જ નહીં પરંતુ ઘણા હનુમાન મંદિર બની ગયા છે અને લોકર્પણ પણ કરી દીધું છે. ચાલો જાણીએ ગોવિંદભાઈ ધોળકિયાની ડાંગમાં 311 હનુમાન મંદિર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો. એક દિવસ ગોવિંદભાઈ ધોળકિયાની નજર એક ઝાડની નીચે પડેલી હનુમાનજીની ખંડિત મૂર્તિ પર પડી હતી.
હનુમાનજી મહારાજની મૂર્તિની આવી દશા જોઈને તેમનું હૃદય કંપી ઉઠ્યું હતું. તે જ ઘડીએ તેમને નક્કી કરી લીધું કે તેઓ 311 હનુમાન મંદિર બનાવશે. મિત્રો ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટના અંતર્ગત ગુજરાતના ડાંગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 311 હનુમાનજીના મંદિર બનાવવામાં આવશે.
મિત્રો જેટલા પણ હનુમાનજીના મંદિર બન્યા તેની પ્રાણ પ્રતિષ્ઠા રામભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં હનુમાનજીના મંદિર બનાવવા પાછળનું કારણ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, ડાંગ જિલ્લો કુદરતમાં ઉત્કૃષ્ટ સર્જન માંથી એક છે.
પ્રકૃતિના ખોળે વસેલો આ વિસ્તાર ધાર્મિક દ્રષ્ટિએ પણ એક મહત્વ ધરાવે છે. ગોવિંદભાઈ ધોળકિયા જણાવ્યું કે આ ભૂમિ માતા શબરી અને ભગવાન શ્રીરામની મિલનની પણ સાક્ષી ધરાવે છે. આ ભૂમિને દંડકારણ્ય તરીકે ઓળખવામાં આવે છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે 311 હનુમાન મંદિર બનશે જેથી લોકોમાં ભક્તિ, સેવા અને ભગવાનનું સ્મરણનું મહત્વ વધે. મંદિર બનાવવાથી અહીં લોકોમાં એકતા વધશે અને વ્યસન મુક્તિ માટેનો ઉદ્દેશ પણ મંદિરમાં આપવામાં આવશે. મિત્રો ગોવિંદભાઈ સંકલ્પ લીધો છે કે તેઓ 311 હનુમાન મંદિર બનાવશે. આ કાર્ય ની શરૂઆત તેમને પોતાના ગામ દુધાળાથી કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment