મિત્રો ગુજરાતની ભૂમિકામાં અનેક એવા કલાકારો છે. જેનું નામ દેશ વિદેશમાં પણ ફેમસ છે. છતાં પણ તેઓ આજે એક ખૂબ જ સામાન્ય જીવન જીવી રહ્યા છે. લોકપ્રિયતા મળવી એ ખૂબ જ મોટી વાત છે અને લોકપ્રિયતા મળ્યા બાદ સામાન્ય જીવન જીવવું તે તેના કરતાં પણ વધારે મોટી વાત છે. ત્યારે આજે આપણે ગુજરાતના તેવા જ એક હાસ્ય કલાકારની વાત કરવાના છીએ.
મિત્રો હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા ધીરુભાઈ સરવૈયાને તો તમે બધા જાણતા જ હશો. પરંતુ ધીરુભાઈ સરવૈયાના અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આજે આપણે ધીરુભાઈ સરવૈયાના જીવનની કેટલીક અંગત વાતો અને કેટલીક અનોખી વાતો કરવાના છીએ. મિત્રો આપણને બધાને જાણીને નવાઈ લાગશે કે, ધીરુભાઈ સરવૈયા હાસ્યનો કાર્યક્રમ ઉપરાંત ગામડામાં ખેતી કરે છે.
ધીરુભાઈ સરવૈયાના પરિવારમાં તેમના પિતા, પત્ની, પરણીત દીકરો અને પુત્રવધુ છે. ધીરુભાઈ સરવૈયા પોતાના ગામમાં સાધુ જીવન જીવે છે. ગામડામાં ધીરુભાઈ સરવૈયાને 3 BHKનું ઘર છે. તેમના ઘરથી ચાર કિલોમીટર દૂર તેમની વાડી આવી છે. ત્યાં પણ એક પાકું મકાન છે. ધીરુભાઈ સરવૈયા વાડીમાં ટ્રેક્ટર દ્વારા ખેતી કરે છે.
ધીરુભાઈ સરવૈયાની અભ્યાસની વાત કરીએ તો તેમને ખીરસરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે અને તેમના મિત્રો પાસેથી જાણવા મળ્યું કે, ધીરુભાઈ સરવૈયાએ માત્ર ચાર ચોપડી અભ્યાસ કર્યો છે. સંગીતની વાત કરીએ તો ધીરુભાઈને વારસામાં સંગીત મળ્યું છે. તેઓ નાનપણથી જ દુહા, છંદ અને ભજન ગાતા હતા. ત્યારબાદ ધીરુભાઈ ધીરે ધીરે હાસ્ય કલાકાર બની ગયા.
ધીરુભાઈ સરવૈયાએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે. ધીરુભાઈ સરવૈયાને પહેલી વખત માલવયા કોલેજમાં કાર્યક્રમમાં મળ્યો હતો. દૈનિક 10 રૂપિયાના પગારે ધીરુભાઈ સરવૈયાએ આર.કે ફોરજી પ્લાન્ટમાં છ વર્ષ નોકરી કરી હતી. ધીમે ધીમે ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર તરીકે ફેમસ થઈ ગયા. ધીરુભાઈ સરવૈયાને હેમંત ચૌહાણ સાથે 1994માં અમેરિકામાં હાસ્ય નો કાર્યક્રમ કર્યો હતો.
ધીરુભાઈ ત્યારબાદ 40 થી પણ વધારે દેશોમાં પોતાનો કાર્યક્રમ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ધીરુભાઈ સરવૈયા વિદ્યાર્થીઓ તેમજ સેવાકીય કાર્યો માટે કાર્યક્રમમાં ફ્રી પ્રોગ્રામ આપે છે. એક સમયે દસ રૂપિયાથી શરૂઆત કરી હતી. આજે ધીરુભાઈ સરવૈયા એક કાર્યક્રમ માટે 60 હજાર રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની ફી લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment