મિત્રો સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ કંઈકને કંઈક વાયરલ થતું હોય છે. મિત્રો તમે ઘણા મંદિરો વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં આવેલા ધીરુભાઈ અંબાણીના મંદિરની વાત કરવાના છીએ.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ વાત એકદમ સાચી છે. નસીરપુર ગામમાં રહેતો પંકજ ગઢવી નામનો વ્યક્તિ ધીરુભાઈ અંબાણીનો જબરો ચાહક છે. પંકજભાઈ ધીરુભાઈ અંબાણીના કાર્યોથી પ્રેરણા લઈને પોતાના ઘરમાં ધીરુભાઈ અંબાણીનું એક મંદિર બનાવ્યું છે.
એટલું જ નહીં પરંતુ તેઓ દરરોજ ધીરુભાઈ અંબાણીની પૂજા પણ કરે છે અને તેમની ઈચ્છા છે કે તે ભવિષ્યમાં ખૂબ જ મોટું મંદિર બનાવે. પંકજભાઈ ગઢવી ની વાત કરીએ તો તેઓ હાલમાં ખેતી અને સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે જોડાયેલા છે.
જ્યારે પંકજભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ ધીરુભાઈ અંબાણીના જીવનશૈલી આધારિત પુસ્તકો ખૂબ જ વાંચતા હતા. પછી તેઓ તો ધીરુભાઈના જબરા ફેન બની ગયા અને ત્યાર પછી તેમને વર્ષ 2007માં પોતાના ખેતરમાં એક નાનકડું એવું મંદિર બનાવ્યું અને તેમાં ધીરુભાઈ અંબાણીની તસ્વીર મૂકી અને હવે તેઓ દરરોજ તેમની પૂજા કરે છે.
મિત્રો ધીરુભાઈ અંબાણીના મંદિરના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટા જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment