બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા ગુજરાતના લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીને કહ્યું કે, “બહુત અચ્છા ગાતા હે, એ બબુવા…” જુઓ વાયરલ વિડિયો

Bageshwar Dham: હાલમાં ગુજરાતમાં બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે, કારણકે ગુજરાતના મહાનગરમાં દિવ્ય દરબાર યોજાયેલ છે. હાલમાં જ સુરત ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાયેલ, આ દરબારમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri) બાબાએ ગુજરાતના લોક ગાયક કિર્તીદાન ગઢવી(Kirtidan Garhvi) વિશે એવું બોલ્યો કે ચારે તરફ આ વાતની ચર્ચાઓ થઈ રહી છે.

ચાલો અમે તમને જણાવીએ કે આખરે બાબાએ કિર્તીદાન ગઢવી વિશે શું કહ્યું. હાલમાં જ સુરતમાં ભવ્ય અને દિવ્ય દરબાર યોજાયેલ અને આ દરબાર ની રોનક કિર્તીદાન ગઢવી એ વધારી હતી. બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લાખોની જન મેદની વચ્ચે વાણી પવિત્ર કરી હતી.

પૂજ્ય બાબા બાગેશ્વરજી ના ખૂબ રાજીપા સાથે આશીર્વાદ મેળવ્યા હતા, સૌથી ખાસ વાત એ છે કે આ દિવ્ય દરબારમાં લાખો લોકોની વચ્ચે કિર્તીદાન ગઢવી ના વખાણ કર્યા હતા. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની દિવ્ય વાણીથી કહ્યું કે હમારે પાસ કિર્તીદાન ગઢવી ભી આયા હૈ, બહુત અચ્છા ગીત ગાતા હૈ. એ બેઠાં હૈં બબુઆ ! બહુત અચ્છા ગીત ગાતા હૈ, મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા ગીત સુના હૈં.

હે ભોલેનાથ હમ ભી સુનેગે તુમ્હે જાને કી જરૂરત તો નહીં ના? જાઓગે ભી કેસે જબ તક પેમેન્ટ ન મિલે. હમારે ચેલે જો પેમેન્ટ દેને વાલે હે વો નહી દેંગે, ક્યો કી હમ મના કર દેંગે પેમેન્ટ દેને કો. હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાયેંગે તુમ આના ઓર વહા ગીત ગાના. ખરેખર કિર્તીદાન ગઢવી માટે આ યાદગાર ક્ષણ કહેવાય કે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ તેમને પોતાના દરબારમાં આમંત્રણ પાઠવવા ની વાત કરી છે.

ખરેખર કિર્તીદાન ગઢવી એકમાત્ર ગાયક કલાકાર છે જેમને આવો દિવ્ય લાહવો મળ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં કલાકારો, રાજકીય નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા અને સૌથી ખાસ વાત એ કે લાલજી બાદશાહના ફાર્મ હાઉસ ગોપીનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાં બાબાનું ગુજરાત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ જ શાનદાર રીતે તેમનું સ્વાગત કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*