માં વૈષ્ણવદેવીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓને રસ્તામાં નડ્યો અકસ્માત, બ્રિજ પરથી બસ નીચે પડતા 10 મુસાફરોના મોત…’ઓમ શાંતિ’

Bus Accident in Jammu Kashmir: સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વૈષ્ણોદેવી(Vaishnodevi) જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ જમ્મુમાં બ્રિજ પરથી નીચે પડતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 10 મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા()(10 passengers died) છે અને 20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર બસમાં સવાર મુસાફરો અમૃતસરથી વૈષ્ણવ દેવી જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ભયંકર અકસ્માતની ઘટના જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા ઝજજર કોટલી પાસે આજરોજ સવારના સમયે બની હતી. અહીંથી પસાર થતી એક બસ સ્કૂલ ઉપરથી અચાનક જ નીચે પડી ગઈ હતી.

બસ નીચે પડતાં જ પલટી મારી ગઈ હતી.

જેના કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે અને 20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ડ્રાઇવર અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ પુલ ઉપરથી નીચે પડી ગઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો, CRPF અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સ્થાનિક લોકોએ બસને કાપીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.

જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં 75 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અમૃતસરથી વૈષ્ણવદેવી જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર બસ નેશનલ હાઈવે 44 પર ઝજજર કોટલી પહોંચી કે તરત જ બસ બેકાબુ બનીને ખાઈમાં પડી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે.

20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે અને બાકીના મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચી છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યો છે કે આગામી સમયમાં હજુ મહત્વનો આંકડો વધી શકે છે. આ ઘટનાની જાણ મૃતક લોકોના પરિવારજનોને જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*