સમગ્ર ભારત દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆત ઘણા પ્રદેશો માટે ખૂબ જ આપત્તિ જનક સાબિત થઈ હતી કારણ કે છેલ્લા ઘણા દિવસોથી હિમાચલ પ્રદેશના મલાનામાં કુદરતી આપત્તિના અનેક સમાચારો સામે આવ્યા છે જેમાં અત્યાર સુધી વાદળ ફાટવાની કારણે પાંચ લોકોના મૃત્યુના સમાચાર મળ્યા છે. આ સાથે 50 થી વધુ લોકોની શોધખોળ ચાલી રહી છે.
ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું અને ઘણા ખરા વિસ્તારોમાં વીજળી પણ કેટલા દિવસથી આવી નથી. માત્ર એટલો જ નહીં પરંતુ એકબીજા ગામને જોડતા રસ્તા પણ વરસાદને કારણે તૂટી ગયા છે જેને લીધે બચાવ કામગીરી ની ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે જેથી કરી તમામ લોકોના જીવન બચાવી શકાય.
પરંતુ દિવસે ને દિવસે ભારે વરસાદના કારણે સ્થિતિ સુધરવાની જગ્યાએ વધારે બગડી રહી છે. આ સાથે મલાના નો એક બ્રિજ તૂટી ગયો છે.કુલ્લુના ડેપ્યુટી કમિશનર જણાવી રહ્યા છે કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને અમે સતત લોકોને બચાવવાના અમારી તરફથી તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. સાથે જ બચાવ કામગીરીની ટીમ પણ દિવસ રાત મહેનત કરી રહી છે.
આ પહેલા પણ હિમાચલ પ્રદેશમાં અનેક કુદરતી આફતો સર્જાય છે જેને કારણે સરકારે લોકોને કહ્યું હતું કે આ વર્ષે અમે વરસાદ પહેલા જ તમામ બંદોબસ્ત કરી રાખ્યા છે જેથી કરી કોઈ પણ જાતની આપત્તિ નહીં સર્જાય પરંતુ વરસાદના આગમન સાથે જ અનેક ડેમ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. આ કારણથી જ ડેમના પાણીને કારણે ગામડાઓમાં સૌથી વધારે વિનાશ જોવા મળ્યો હતો. તમામ ઘરો પાણીમાં ગરકાવ થયા હતા. જેને કારણે હિમાચલ પ્રદેશના મુખ્ય ત્રણ શહેરો સીમલા, કુલુ, અને મંડીમાં વાદળ ફાટવાના કારણે સાત થી વધારે લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.
ભારે વરસાદને કારણે મોટી ઇમારતો અને પર્વતો ભૂસ્ખલન હતા જેને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ કારણથી જ બચાવ કામગીરીની ટીમનું ઘટના સ્થળે પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ ભારે વરસાદ પુર ભુસ્ખલનની ઘટના સાથે સાથે ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચકા પણ જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર વિજ્ઞાનના કહેવાનુંસાર હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આચકા જોવા મળ્યા હતા જેની તીવ્રતા 3.5 સામે આવી છે. પરંતુ આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.
મંડીમાં હાલમાં રાહત કામગીરી ચાલી રહી છે જેમાં 11 લોકો કાટમાળ નીચે ફસાયા છે જેમાં થોડા સમય પહેલા જ બે લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આઠ લોકોને હજુ કામગીરી ની ટીમ શોધી રહી છે. અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે બચાવ કામગીરીની ટીમ હિમાચલના નાના-મોટા પ્રદેશોમાં પગપાળા જઈ રહી છે.
હિમાચલ પ્રદેશમાં આવેલા રામબન ગામમાં સૌથી વધારે વિનાશ સર્જાયો છે. આ આફત સામે લડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય શ્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. જેથી શક્ય તેટલા કામગીરી ઝડપથી થઈ શકે અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી જરૂરી સારવાર ઝડપથી કરવામાં આવે હાલમાં તો આ ઘટનામાં તમામ લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે જેમાં હિમાચલ સરકાર પણ સતત તમામ ગતિવિધિઓ પર પોતાની નજર રાખી જરૂરી કામગીરી હાથ ધરી રહી છે.