આજે આપણે એવા કિસ્સા વિશે વાત કરીશું કે ત્યાં માત્ર ને માત્ર ડોન દેવાની વાત ચર્ચામાં રહી છે. ત્યારે કહી શકાય કે 4 એપ્રિલે સાંજે ચિત્તોડગઢ જિલ્લાના રાવતભાટામાં કોટા બેરિંગ ચોકડીના સલૂનમાં ડોન તરીકે ઓળખાતા એવા દેવા ગુર્જરનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
તો ચાલો આપણે જાણીએ દેવા ડોન કોણ હતો અને તેનું જીવન કેવું હતું. તો તેના વિશે વાત જણાવતા કહીશ કે કોટાના બોરાબાસ ગામમાં રહેતો દેવા ગુર્જર પોલીસનું હિસ્ટ્રીશીટર હતો. જે અંગત લાઈફને લઈને અવારનવાર હેડલાઇન્સમાં આવતો હતો. સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો હતો કે આ દેવા ગુર્જરને સોશિયલ મીડિયા પર બે લાખ લોકો ફોલો કરતા હતા.
સોશિયલ મીડિયા પર તેમના સ્ટંટ વિડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા એવું પણ જાણવા મળ્યું છે કે વિડીયો બનાવવા માટે તેઓ અલગ થી કેમેરામેન રાખતા અને તેમની એક 50 લોકોની ટીમ પણ હતી. મીડિયા રિપોર્ટ્સ ના આધારે કહી શકાય કે દેવા ગુર્જરે બે લગ્ન કર્યા હતા. બંને પત્ની એક જ ઘરમાં સાથે રહેતી હતી. તે નવાઈની વાત કહેવાય .અને બીજી વાત કરીએ તો કરવા ચોથનું વ્રત થી લઈને શોપિંગ પણ બંનેની સાથે જ કરતા.
આ દેવગુરુ ની એક પત્ની નું નામ કાલે બાય અને બીજીનું નામ ઇન્દિરા બાય હતું,અને તેમને કુલ 9 બાળકો છે. તેમાં કહીએ તો પ્રથમ પત્નીને આઠ છોકરીઓ હતી. તેમને એક પણ છોકરો ન હોવાથી તેમણે બીજા લગ્ન કર્યા હતા અને તેમને તેમની બીજી પત્ની થી એક પુત્ર થયો. તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ, તો આ દેવા ગુર્જર પર ફોટા અને ચિત્તોડગઢ માં કેટલાક વિવાદોને લઈને જેમકે લુંટ, ગેરકાયદે વસુલાત અને માથાકૂટ કરવી જેવા ઘણા કેસ નોંધાયેલા છે.
દેવા ડોનને પોતાના જીવ ગુમાવવાનો ડર સતત રહેતો હતો. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે રાવતભાટા પ્લાન્ટમાં લેબર સપ્લાયનું કામ કરે છે. થોડાક દિવસો પહેલા જ દેવા ડોન અને એનો જીવ લેવા ની વાતો મળી હતી. આ સમગ્ર વાતચીત તેમના મોબાઈલ માં રેકોર્ડ હતી. ત્યારે દેવા ગુર્જર દ્વારા કહેવામાં આવ્યું કે તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
જેનાથી તેનો એક મિત્ર હતો જેણે દેવા ડોન પર પ્રહાર કર્યા હતા. મળતી માહિતી મુજબ એક બાતમીદારના કહેવા મુજબ દેવા ડોનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 13 જેટલા આરોપીએ મળીને દેવા ડોનનો જીવ લઇ લીધો હતો. આ ઘટનાને લઈને પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી છે. હજુ પણ પોલીસ બાકીના આરોપીની શોધખોળ કરી રહી છે.
દેવા ડોન નું મૃત્યુ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ વાતની જાણ દેવા ડોનના ચાહકોને થતા ભારે હંગામો મચી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment