આટલા જીલ્લાના ધારાસભ્ય નો વિરોધ છતાં રાજ્યની રૂપાણી સરકાર કરફ્યુ ને લઈને લઈ શકે છે આ નિર્ણય, જાણો વિગતે.

173

રાજ્યમાં વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલ કરફ્યુની સમયમર્યાદામાં વધારો થઇ શકે છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર હજુ સાત દિવસ કર્ફ્યું લંબાવી શકે છે એટલે કે સરકાર 25 મે સુધી કરફયુ લંબાવવાની વિચારણા કરી શકે છે.

બીજી તરફ કરફ્યુ હટાવવા માટે 5 જિલ્લાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે સરકાર સાંજ સુધીમાં કરફ્યુ અંગે કોર કમિટીની બેઠક બાદ નિર્ણય લઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અન્ય શહેરોમાં લાગેલા આંશિક લોકડાઉન ના કારણે નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ છે. એવામાં સરકાર નાના વેપારીઓને ધંધો-રોજગાર કરવાની છૂટ આપી શકે તેવી શક્યતા છે.

વાઈરસની સ્થિતિને લઇને થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે જેમાં રાજ્ય સરકારે વાઇરસને લઈને ગામડામાં સ્થિતિ ખરાબ હોવાનું સ્વીકાર્યું છે.

ગામડાની સ્થિતિને લઈને સાચી માહિતી આપો અને ગામડામાં થતી સારવારમાં સુવિધાનો અભાવ છે તેવી ટકોર પણ કરી રહી છે.

હજી પણ ગામડામાં લોકો વાઇરસના ટેસ્ટ માટે ડરી રહ્યા છે ત્યારે સરકારે ટેસ્ટિંગમાં જાગૃતિ અભિયાન માટે શું કર્યું તેવો સવાલ સરકારે પૂછ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!