માતા-પિતા પોતાના બાળકોને જીવનની બધી ખુશીઓ આપે છે. માતા-પિતા બાળકો માટે પોતાના સપના પણ બાજુમાં મુકીને પોતાના બાળકોના સપના પૂરા કરે છે.તેઓને ભણાવે છે અને કાબિલ બનાવે છે. જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે ઘણાં બાળકોને માતા-પિતા સાથે રહેવું ગમતું નથી.
આજે એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આ કિસ્સો દિલ્હીનો છે અને અહીં પાંચ દીકરા હોવા છતાં પિતા ની સેવા કરવા કોઈ નથી માગતું. પિતા જ્યારે વૃદ્ધ થયા અને બીમાર પડી ગયા અને પિતાની સેવા કરવાનો સમય આવ્યો.
ત્યારે બધા દીકરાઓએ પોતાના પિતાનો હાથ છોડી દીધો. આ સમયે તેમનો નાનો ભાઇ પોતાના બીમાર મોટા ભાઈને લઈને હોસ્પિટલમાં સારવાર કરવા માટે જાય છે અને તેનું ધ્યાન રાખે છે. નાનુભાઈ પણ ટ્રક ચલાવે છે અને તેનો પરિવાર પણ છે.
તો પણ આજે મુશ્કેલીના સમયમાં પોતાનું કામ ધંધો છોડીને મોટાભાઈની સેવા કરી રહ્યા છે. પિતાએ દીકરાઓને મોટા કર્યા પણ કે વખતે પિતાની સેવા કરવાનો સમય આવ્યો તો સેવા કરવાના બદલે તેનો સાથ છોડી દીધો.
નાનાભાઈ પોતાના મોટા ભાઈ નો દીકરો બનીને તેમની સારવાર કરાવી રહ્યો છે. પિતાની ઉંમર લગભગ 55 વર્ષ જેટલી છે અને તે બીમાર છે.
તેમનો નાનો ભાઇ પણ ગરીબ છે અને ટ્રક ચલાવી ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમને મોટા મોટા ભાઈ ની સ્થિતિ વિશે જાણ થઈ તો તે તરત જ કામ ધંધો છોડીને પોતાના મોટાભાઈની પાસે પહોંચી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment