હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ઈન્દોરમાં બની હતી. અહીં પતિની બેવફાઈ થી નારાજ થઈને પત્નીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પત્ની હોવા છતાં પણ પતિ તેની પ્રેમિકાને ઘરે લાવ્યો હતો અને તેની સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યો હતો. જ્યારે પત્નીએ આ બાબતનો વિરોધ કર્યો ત્યારે પતિએ કહ્યું કે, હું હવે તેની સાથે લગ્ન કરીશ. ત્યાર બાદ પતિએ આ વાત પોતાના પિતરાઈ ભાઈને કરી અને કહ્યું કે, મને લેવા આવો.
મહિલાના માતા-પિતા તેને લેવા આવે તે પહેલા તો મહિલાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર 19 વર્ષીય સવિતાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ સવિતાએ પ્રાઇવેટ કોલેજમાંથી નર્સિંગનો કોર્સનો અભ્યાસ શરૂ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર 15 દિવસ પહેલા સવિતાનો પતિ તેની પ્રેમિકાને ઘરે લાવ્યો હતો. અને તેની સાથે રહેવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર સવિતાનો પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો.
આ વાતથી નારાજ થઈને સવિતાએ પોતાના પિતરાઈ ભાઈને ફોન કરીને પતિની આ સમગ્ર હકીકત જણાવી હતી. સવિતાએ તેના પિતરાઇ ભાઇને કહ્યું હતું કે, મારા પતિએ બીજા લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. મને અહીંથી લઇ જાવ.
સવિતા એ તેના પિતરાઈ ભાઈ સાથે વાત કરી અને બે દિવસ બાદ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment