ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ખેડામાં બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ખેડાના કંઠલાલ તાલુકાના રુધનાથપુરામાં એક જ પરિવારની બે પુત્રવધુનું દર્દનાક મોત થયું છે. આ ઘટના બનતા જ આખું ગામ હિબકે ચડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે બંનેનું કરંટ લાગવાના કારણે મોત થયું હતું.
મૃત્યુ પામેલી બંને મહિલા સંબંધમાં એકબીજાની દેરાણી-જેઠાણી લગતી હતી. વિગતવાર વાત કરીએ તો, દેરાણી-જેઠાણી ધાબે કપડાં સૂકવવા માટે ગઈ હતી. આ દરમિયાન બંને વીજ વાયરને અડી ગઈ હતી અને બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ દરમિયાન ત્યાં રહેલી અન્ય એક મહિલા બંનેને બચાવવા માટે ગઈ હતી.
પરંતુ તેને પણ કરંટ લાગ્યો હતો. પરંતુ તે મહિલાનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. ત્યારે દેરાણી-જેઠાણીનું એક સાથે ઘટનામાં કરુણ મોત થયું છે. એક જ પરિવારની બે મહિલાઓનું મોત થતા પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયું હતું.
આ ઘટનામાં સુધાબેન દિલીપભાઈ ભોઈ અને સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ નામની બે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે બંને મહિલાને કરંટ લાગ્યા બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બંને મહિલાની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કરી હતી.
બંનેના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. બે મહિલાઓના મોત થતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment