ગુજરાત રાજ્યમાં હોળી-ધુળેટીની ઉજવણી મુદ્દે રાજ્યની રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, જાણો વિગતે.

ગુજરાત રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુજરાત સરકાર તહેવારોની ઉજવણી મંજૂરી આપશે કે નહિ તે અંગે લોકોમાં ઉત્સુક્તા છે. આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે.

રાજ્ય સરકાર હોળી ધૂળેટીના તહેવાર માં હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે પણ ધુળેટી ની ઉજવણી ની મંજૂરી નહીં મળે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે.

રાજ્યમાં કોઈપણ ઠેકાણે રંગ છાટવાની મંજુરી ન મળે અને ભીડ એકઠી થાય તે પ્રકારની પણ મંજૂરી નહીં મળે.નીતિન પટેલે કહ્યુ કે,હોળી ધૂળેટીના ઉજવણી અંગે તંત્ર દ્વારા દેખરેખ રખાય છે.

અને કોઈ પણ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરાશે તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરશો. મુખ્યમંત્રી આજે હોળી પર્વની ઉજવણી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોરોના મહામારી ના સમયમાં લોકોને એકઠા થવાની સંક્રમણ વધે છે.

ત્યારે આ વર્ષે હોળીના પર્વમાં હોળી પ્રગટાવવાની મંજૂરી મળશે પરંતુ હોળી માં દિવસે રંગોત્સવ મનાવવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધુલેટી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળી નું પ્રાગટ્ય કરી શકશે.

અને દરેક મહોલ્લા,શેરીમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કોરોનાની માર્ગદર્શિકા નું પાલન કરતા હોળી પ્રગટાવી શકશે પરંતુ ધુળેટી ના દિવસે રંગોત્સવ મનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*