નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર, તેમને કહ્યું કે…

51

ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ રાજકીય પાર્ટી સાથે આમ આદમી પાર્ટીની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉપરાંત આજરોજ મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસી આવ્યા હતા.

ત્યારે સુરતના જાણીતા સમાજસેવી મહેશ સવાણી આપમાં જોડાયા. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર. નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં છ કરોડ વસતિ છે. અને રાજ્યનો કોઇપણ નાગરિક કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે છે અને વિચારધારા સાથે જોડાઈ શકે છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના દરેક વર્ગો અને દરેક સમાજના વિકાસ માટે અને દેશની સુરક્ષા માટે તથા દેશના ગૌરવ માટે કામ કરે છે.

ઉપરાંત નીતિન પટેલે આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના કહ્યું કે જે પક્ષની વાત થઈ રહી છે એ પક્ષ માત્ર એક જ શહેર પૂરતો મર્યાદિત છે.

એ પાર્ટી કેટલું ખોટું બોલે છે અને ઘણી ખોટી અફવા ફેલાવે છે એ તો તાજેતરમાં જ સામે આવ્યું છે. ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે રાજકીય કાગારોળ બચાવવા માટે એને પોતે કામ કરે છે એવું જનતાને બતાવવા માટે વાતાવરણ ઉભુ કરવામાં આવ્યો છે.

ઉપરાંત દેશના બીજા રાજ્યનું ઓક્સિજન ખોટી રીતે લઈ લીધું. શું આવ્યું અને ગુજરાતમાં કોઈપણ સમયમાં સ્વીકારવામાં આવશે નહીં.

તેમજ નીતિન પટેલે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ભરપૂર વોટ આપશે અને બહુમતી સાથે જીતાડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!