ગુજરાત સરકાર દ્વારા મહામારીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બોર્ડની પરીક્ષા લેવાનાર ના હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા ફી પરત મળવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
માસ પ્રમોશન મેળવનાર 8.37 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી સવા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓની અંદાજે ₹14 કરોડ જેટલી પરીક્ષા ફી પરત કરવાની છે. ફી પરત આપવા અંગે માંગ ઉઠી છે.
પરંતુ હજી સુધી સરકાર દ્વારા આ અંગે કોઇ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પાસેથી ₹355 એ બનાવવામાં આવે છે.
જેમાંથી ₹10 સ્કૂલ માં જમા રહે છે અને 345 બોર્ડ માં જમા થાય છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને તમામ વિદ્યાર્થીઓની ફી વસૂલવામાં આવતી નથી. જેથી 50 ટકા જેટલા વિદ્યાર્થીઓને બાકાત કરતા અંદાજે સવા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.
અને આ ફી બોર્ડ માં જમા થઈ છે. બીજી તરફ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય પીન્ટિંગ કરાવી તૈયાર કરાવી દીધું છે. જેથી વિદ્યાર્થીઓને ફી પરત આપવા અંગેની રાજ્ય સરકારે બોર્ડને થયેલ ખર્ચની રકમ ચૂકવી વિદ્યાર્થીઓને ફી પરત મળે તેની કાર્યવાહી કરવી પડશે તેવું બોર્ડના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment