હરીપ્રસાદ સ્વામીના દિવ્ય દેહના દર્શન કરવા માટે આવતી કાલે આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…

Published on: 3:44 pm, Wed, 28 July 21

બે દિવસ પહેલા વડોદરાના સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય શ્રી હરિપ્રસાદ સ્વામી નું નિધન થયું છે. સ્વામીજીનું નિધન વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે રાત્રે તેઓનું અવસાન થયું હતું.

હરિપ્રસાદ સ્વામી નું નિધન થતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, સંતો અને દેશ-વિદેશના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હરિપ્રસાદ સ્વામી નું પાર્થિવ દેહને હરિધામ સોખડા લઈ જવામાં આવ્યું છે.

હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહને હરિધામ સોખડા લઈ જતી વખતે રસ્તામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોના આંખમાંથી આંસુ પડી રહ્યા હતા.

તેમજ હરિભક્તો ને હરિપ્રસાદ સ્વામી ના અંતિમ દર્શન નો લાભ મળે તે માટે મંદિર દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ દર્શન દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન ઉભી થાય તે માટે 150 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આજ સાંજે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયા દર્શન કરવા માટે આવશે. આવતીકાલના રોજ ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ સ્વામીજીના દર્શન કરવા માટે આવશે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આવતીકાલે હરીપ્રસાદ સ્વામીના દર્શન કરવા માટે આવશે.

મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ સ્વામી ના અંતિમ દર્શન કરવા માટે આવશે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 31 જુલાઈએ સ્વામીજીના અંતિમ દર્શન કરવા માટે આવશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી 1 ઓગસ્ટના રોજ હરિપ્રસાદ સ્વામી ના દર્શન કરવા માટે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હરીપ્રસાદ સ્વામીના દિવ્ય દેહના દર્શન કરવા માટે આવતી કાલે આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ…"

Leave a comment

Your email address will not be published.


*