મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રીનો સારો એવો માહોલ જામ્યો છે. એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં એક એવી ઘટના બની કે ચારેય બાજુ માતમ છવાઈ ગયું.
રાજકોટના એક કારખાનેદાર વ્યક્તિ ગરબે રમતા રમતા અચાનક જમીન પર ઢળી પડતા જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ડોક્ટરના તારણ મુજબ હાર્ટ એટેક આવવાના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા 52 વર્ષીય પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરીયા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.
પ્રવીણભાઈ ધનરાજ પાર્કમાં પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો સાથે ગરબા રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ 80 ફુટ રીંગ રોડ પર ધનરાજ પાર્કમાં અહીંના સ્થાનિક લોકો ગરબે રમી રહ્યા હતા.
પ્રવીણભાઈ પણ તેમની સાથે ગરબા લઈ રહ્યા હતા. ત્યારે રાત્રે ગરબા રમતા રમતા અચાનક જ પ્રવીણભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. જેના કારણે આસપાસ ગરબા રમી રહેલા લોકો પ્રવીણભાઈ પાસે ટોળું થઈ. પછી પ્રવીણભાઈ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રવીણભાઈને મૃત જાહેર કર્યા હતા. પ્રવીણભાઈનું મૃત્યુ થતા જ પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટ એટેક આવવાના કારણે પ્રવીણભાઈનું મૃત્યુ નીપજ્યું છે.
પ્રવીણભાઈના મૃત્યુના કારણે એક દીકરાએ અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રવીણભાઈના પરિવારના લોકોએ જણાવ્યું કે તેઓ વાવડીયામાં આવેલા કોપર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સન પ્લાન્ટ નામે વાલ્વનું કારખાનું ચલાવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment