ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે આજથી થોડાક દિવસો પહેલા ભાભર તાલુકાના ગોસણ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક જ સાથે એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા.
જ્યારે પરિવારના અન્ય સભ્યો અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા અને જેમની સારવાર અમદાવાદમાં ચાલી રહી હતી. ત્યારે મંગળવારના રોજ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના મોભીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે.
વિગતવાર વાત કરીએ તો, થોડાક દિવસો પહેલા ટ્રક અને કાર વચ્ચે બનેલી અકસ્માતની ઘટનામાં બાળકી સહિત પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પરિવારના મોભી અને એક દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સૌપ્રથમ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે પરિવારના મોભી ઈશ્વરભાઈ ધુડાભાઈ માળીની હાલત વધારે ખરાબ થઈ જવાના કારણે તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંગળવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ઈશ્વરભાઈનું મોત થયું હતું.
એટલે કે હવે આ અકસ્માતની ઘટનામાં એક પરિવારના કુલ છ સભ્યોના મોત થયા છે. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે ઈશ્વરભાઈ માળી વાવના વતની હતા અને તેમજ તેઓ પોતાની પત્ની સહિત બે દીકરાઓ તેમજ એક દીકરી સાથે શાકભાજીનો રિટેલ વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment