ઝડપી બસ ચાલકે 7 વર્ષની માસુમ બાળકીને 200 મીટર સુધી રોડ પર ઘસડી… માસુમ દીકરીનું તડપી તડપીને કરુણ મોત…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ મોડી સાંજના સમયે બની હતી. આ ઘટનામાં એક 7 વર્ષની માસુમ બાળકીને ઝડપી રોડવેઝ બસે કચડી નાખી હતી. આ ઘટનામાં માસુમ બાળકી બસમાં ફસાઈ ગઈ હતી. લગભગ બાળકી 200 મીટર સુધી રોડ ઉપર ઘસડાઈ હતી.

આ કારણોસર દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના મુરાદાબાદમાંથી સામે આવી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલી સાત વર્ષની માસુમ બાળકીનું નામ રાધિકા હતું. માત્ર સાત વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર કોઈ સંબંધીને ત્યાં જન્મદિવસ હતો. એટલે રાધિકાના મામા તેને લઈને ત્યાં જવા માટે નીકળ્યા હતા. જન્મદિવસની પાર્ટી પત્યા બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં રાધિકાનું મોત થયું હતું.

દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*