હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 6 વર્ષના માસુમ બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બાળક પોતાના દાદાજી સાથે બાઈક પર સવાર થઈને ખેતરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં બાઈકનું ટાયર ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના પગલે 6 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટના પોલાદ ગામમાં બની છે. બાળક પોતાના દાદાજી સાથે બાઈક પર સવાર થઈને ખેતરે જઈ રહ્યો હતો. રસ્તામાં ખૂબ જ ખાડા હોવાના કારણે બાઈકનું ટાયર ખાડામાં ખાબકતા બાઈકમાં બેઠેલો 6 વર્ષનો માસુમ બાળક ઉછળીને રોડ પર પડ્યો હતો. આ ઘટનામાં બાળકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ગામના લોકોનો આક્ષેપ છે કે, આ રોડ ઘણા સમયથી ખરાબ છે, અગાઉ પણ અહીં અકસ્માતની ઘટનાઓ બની છે. રસ્તો સારો કરવા માટે સતત અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ છતાં પણ રસ્તો સારો કરાયો નથી.
મૃત્યુ પામેલા છ વર્ષના માસુમ બાળકનું નામ આગમસિંહ હતું. તે તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર તે પોલાદ ગામમાં તેના દાદા સુરેન્દ્ર સાથે રહેતો હતો. શનિવારના રોજ લગભગ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આગમસિંહ તેના દાદા સાથે બાઈક પર સવાર થઈને ખેતરે જઈ રહ્યો હતો. રસ્તો ખૂબ જ ખરાબ હોવાના કારણે સુરેન્દ્રસિંહ ખૂબ જ આરામથી બાઇક ચલાવી રહ્યા હતા.
પરંતુ બાઈકનું ટાયર ખાડાની અંદર ખાબકતા, બાઈકમાં બેઠેલો આગમસિંહ ઉછળીને રોડ પર પડ્યો હતો. આ ઘટનામાં આગમસિંહના માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા પહોંચતી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના દાદા સુરેન્દ્રસિંહએ જણાવ્યું કે, રસ્તા પર પડેલા ખાડા પુરવા માટે ઘણી વખત અરજીઓ કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment