મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડિયો જોયા હશે. જેમાં રમત ગમત વખતે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં કબડ્ડીના મેદાનમાં એક ખેલાડીએ કબડ્ડી રમતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જે ચારે બાજુમ છવાઈ ગયો હતો. આ ઘટના તમિલનાડુ પાસેના પનરૂતી પાસે આવેલા મણદિકુપ્પમ ગામમાં બની હતી. રવિવારના રોજ અહીં ડિસ્ટ્રીકટ લેવલના મેચ દરમિયાન આ ઘટના બની હતી. પરંતુ આ સમગ્ર ઘટનાની વિગતો મંગળવારના રોજ બહાર આવી હતી.
કબડ્ડીના મેચ દરમિયાન જ્યારે ખેલાડી વિમલરાજનો રેડ કરવાનો વારો આવ્યો હતો, ત્યારે તે વિપક્ષની ટીમની સામે પોઇન્ટ મેળવવા માટે ગયો હતો. આ દરમિયાન વિપક્ષ તેમના ખેલાડીઓએ વિમલને ઘેરી લીધો હતો. જેમાંથી એક ખેલાડીનો પગ વિમલના છાતીના ભાગે વાગ્યો હતો.
ત્યારબાદ વિમલ ત્યાં જ પડી ગયો અને ફરીથી ઉઠી શક્યો નહીં. વિમલ ને જોઈને તેના સાથીદારીઓ વિમલ પાસે પહોંચીને તેને ઉભો કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વિમલ ઉભો થતો નથી તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિમલને મૃત જાહેર કર્યો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે કે વિમલનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના બન્યા બાદ મૃતક વિમલ ના પરિવારજનો અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
કબડ્ડી રમતા-રમતા ખેલાડીનું મૃત્યુ…! કબડ્ડી રમતી વખતે એક ખેલાડી સાથે બન્યું એવું કે, તે મેદાનમાંથી ઉભો જ ન થયો – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/234NEaF1Ox
— GUJJU ROCKZ (@gujju_rockz) July 27, 2022
આ મૃત્યુનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિમલના મૃત્યુના કારણે તેના માતા પિતા પડી ભાંગ્યા હતા. પિતા વિમલના પાર્થિવદેહ સાથે તેને જીતેલી ટ્રોફી પણ દફનાવતા દેખાઈ રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ઉઠ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment