વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીનું મોત..! કેનેડામાં રહેતા ગુજરાતના Dyspના દીકરાનું મૃતદેહ મળી આવ્યું… 5 તારીખે ઘરેથી નીકળેલો આયુષ…

Published on: 11:45 am, Sat, 13 May 23

વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વિદેશથી ફરી એક વખત માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં(Canada) વધુ એક ગુજરાતી યુવકનું મૃતદેહ મળી આવ્યું છે. મળી આવેલું મૃતદેહ ટોરેન્ટોમાં રહેતા ગુજરાતના Dyspના દીકરાનું છે. તત્કાલીન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા Dyspનો દીકરો સાત દિવસ પહેલા અચાનક જ ગુમ થઈ ગયો હતો.

કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી…

મૃત્યુ પામેલા યુવકનું નામ આયુષ રમેશભાઈ ડાંખરા હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. આયુષ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. આયુષ ગત પાંચમેના રોજ અચાનક જ ગુમ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ મિત્રોએ આયુષના પરિવારજનોને કરી હતી. ત્યાર પછી પરિવારના લોકોએ ત્યાંની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે ગુમ થયેલા આયુષની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસને તેનું મૃતદેહ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે, 20 દિવસ પહેલા અમદાવાદનો રહેવાસી હર્ષ પટેલ નામનો યુવક કેનેડા માંથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું. હર્ષ પટેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જાણવા મળી રહ્યો છે કે આયુષ પણ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ઉપરા ઉપરી બે ગુજરાતી યુવકો સાથે આવી ઘટના બનતા જ કેનેડામાં વસતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે.

સાડા ચાર વર્ષથી હતો દીકરો કેનેડામાં…

સમગ્ર ઘટનાને લઈને આયુષના કાકાએ જણાવ્યું કે, આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો અને તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. તેનો નાનો ભાઈ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા રમેશભાઈ પાલનપુર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. આયુ છે ધોરણ 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો હતો અને ત્યાર પછી આગળ ભણવા માટે તે સીધો કેનેડા ચાલ્યો ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડા ચાર વર્ષ થયા હશે. છઠ્ઠા મહિનામાં આયુષથી માસ્ટર ડિગ્રી પૂર્ણ થવાની હતી. ત્રણ વર્ષ કોલેજના કર્યા પછી તે માસ્ટરનું ભણતો હતો.

અમારા પરિવારમાંથી આયુષ એકલો કેનેડા ગયો હતો. તે કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો અને ત્યાં પોતાના ચારથી પાંચ ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો. ગત પાંચ તારીખના રોજ આયુષ ઘરેથી નીકળી ગયો હતો, પછી દોઢ દિવસ થઈ ગયા છતાં પણ આયુષ ઘરે પરત ફર્યો નહીં તેથી તેના મિત્રોએ આ ઘટનાની જાણ તેના પિતા રમેશભાઈને કરી હતી. ત્યાર પછી રમેશભાઈ પોલીસ સ્ટેશનમાં આયુષના ગુમ થવાની ફરિયાદ લખાવાનું કહ્યું હતું. પછી મિત્રોએ પોલીસ સ્ટેશનમાં આયુષના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

શું હશે મોતનું કારણ..?

આયુષના મિત્રોનું કેવું છે કે કેનેડાની પોલીસ એક્સનમાં આવ્યાના છ સાત કલાક બાદ આયુષનું મૃતદેહ મળી આવ્યું હતું. મિત્રો ઘટના સ્થળે પહોંચે તે પહેલા આયુષનું મૃતદેહ હોસ્પિટલ પહોંચી ગયું હતું અને પોલીસે આયુષના મિત્રોને આયુષના મૃતદેહના ફોટા બતાવ્યા હતા. આયુષનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો પોલીસ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો