લગ્નના 10 દિવસ બાદ યુવકનું મૃત્યુ : રોડ પર પાર્ક કરેલી કારની પાછળ બેકાબુ કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, એક યુવકનું કારણ મૃત્યુ…

Published on: 12:54 pm, Fri, 1 July 22

હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રોડની બાજુમાં પાર્ક કરેલી કારની પાછળ બીજી કાર આવીને ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પાર્ક કરેલી કાર ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર અકસ્માતની ઘટના દોસાના મહેંદીપુર બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતને લઈને પોલીસ અને એમ્બ્યુલન્સ એવા ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર યુપીના શાહજાપુરના રહેવાસી આદિત્ય પ્રતાપસિંહ 27 જૂન ના રોજ પોતાના પરિવાર સાથે મહેંદીપુર બાલાજી અને સાલાસર હનુમાનજીના દર્શન કરવા રાજસ્થાન આવ્યા હતા.

આ દરમિયાન શાહજાપુરનો રહેવાસી ડ્રાઇવર તરુણ કશ્યપ આદિત્ય પ્રતાપસિંહ ની કાર ચલાવી રહ્યો હતો. તરુણના લગ્ન 10 દિવસ પહેલા એટલે કે 20 જૂનના રોજ થયા હતા. 27 જૂનના રોજ સવારે તરુણ પોતાની પત્નીને પિયરમાં મૂકીને આદિત્ય પ્રતાપસિંહ પાસે આવ્યો હતો. ત્યારબાદ કારમાં પરિવાર સાથે મહેંદીપુર બાલાજી જવા નીકળ્યા હતા. તેઓ 28 જૂનના રોજ સવારે મહેંદીપુર બાલાજી પહોંચ્યા હતા.

બુધવારના રોજ મહેંદીપુર બાલાજી દર્શન કર્યા બાદ તેમની કારમાં પંચર થયું હતું. ત્યારબાદ પરિવારના તમામ સભ્યો કારમાંથી નીચે ઉતરી ગયા હતા. તરુણ પંચર કરાવવા માટે પંચર ની દુકાને આવ્યો હતો. પરંતુ પંચરની દુકાન બંધ હતી. ત્યારબાદ તરુણે સ્ટેપની બદલવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક બેકાબૂ કારે પાર્ક કરેલી કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં તરુણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બન્યા બાદ કારમાં સવાર લોકો ઘટના સ્થળે જ કાર મૂકીને ભાગી ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યા પરંતુ ત્યાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો. અકસ્માતની ઘટના બની ત્યાંથી માત્ર પોલીસ સ્ટેશન અડધો કિલોમીટર દૂર હતું.

થોડીક વાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. છતાં પણ એમ્બ્યુલન્સ હજુ ઘટના સ્થળે પહોંચી હતી નહીં. રાત્રિના 11:00 વાગી ગયા છતાં પણ એમ્બ્યુલન્સ આવી ન હતી. ત્યારબાદ પોલીસ પોતાની કારમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં હાજર ડોક્ટરે તરુણ અને મૃત જાહેર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો