સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના અલવરના ચિકાનીમાં બની હતી.
અહીં અકસ્માતમાં ચાહના એકના એક ભાઈનું કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સવારે બની હતી. અહીં સવારના સમયે 19 વર્ષીય યુવક સાઈકલ પર લસ્સી લેવા ગયો હતો. આ દરમિયાન રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક પ્રકારે યુવકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
ટક્કર લગાવ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ સવારે સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. યુવકનું મૃત્યુ થતાં તેના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મૃત્યુ પામેલા યુવકનું નામ હરિઓમ હતુ અને તે પોલિટેકનિકનો વિદ્યાર્થી હતો. હરિઓમના પિતા મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. હરિઓમ ભણવામાં હોશિયાર હતો. તેવામાં અકસ્માતની ઘટનામાં હરિઓમનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો અને તેનું પરિવાર આર્થિક રીતે પણ પડી ભાંગ્યું હતું.
હરિઓમ નો પરિવાર ખૂબ જ ગરીબ છે. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં માત્ર 18 કલાકનો ખર્ચો 82 હજાર રૂપિયા લાગી હતો. આ ખર્ચો પણ હરિઓમના કાકાએ ચૂકવ્યો હતો. મૃત્યુ પામેલો હરિઓમ ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment