છાશ બનાવતા બનાવતા 21 વર્ષના યુવાનનું મૃત્યુ, જાણો યુવાન સાથે અચાનક એવું તો શું થયું હશે કે તેનું મૃત્યુ થયું….

હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું એવું દર્દનાક મૃત્યુ થયું છે કે આખું પરિવાર ચોકી ગયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ભુજના હોસ્પિટલ રોડ ઉપર બની હતી. હોસ્પિટલ રોડ પર આવેલી મુરલીધર મિલ્ક સેન્ટર નામની દુકાનની બહાર છાશ બનાવતા યુવાન સાથે અચાનક એવું બન્યું કે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું.

છાશ બનાવતા સરસ પરના યુવાનને રિવર્સમાં આવતા ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, યુવાનો હાથ ઈલેક્ટ્રીક મોટરને અડી ગયો હતો અને તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટના બન્યા બાદ યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

યુવાનો મૃત્યુ થતા જ પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ સંજય શામજીભાઈ ખાસા હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલી મુરલીધર મિલ્ક સેન્ટર નામની દુકાનની બહાર સંજય સવારે છાશ બનાવી રહ્યો હતો.

ત્યારે એક ટેમ્પો ચાલક ટેમ્પો રિવર્સ લઈ રહ્યો હતો. ટેમ્પા ચાલકે છાશ બનાવી રહેલા સંજયને ટક્કર લગાવી હતી. જેના કારણે સંજયનો હાથ છાશની ઇલેક્ટ્રીક મોટરને અડી ગયો હતો. મોટરને હાથ અડી જતા સંજયને જોરદાર કરંટ લાગ્યો હતો.

આ ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે સંજયને મૃત જાહેર કર્યું હતું. સંજયના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*