સીસીટીવી માં કેદ થઈ મોતની ઘટના, સુરતના કામરેજમાં એમ્બ્રોડરી નું મશીન ફેરવતા કરંટ લાગ્યો અને બે વ્યક્તિનું સેકન્ડોમાં થયું મોત…

Published on: 4:45 pm, Mon, 24 April 23

સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગ નગરમાં એમ્બ્રોઈડરી ના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે.એમ્બ્રોઈડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીની બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈ ટેન્શનની લાઈનને અડી જતા બંને કારીગર ને કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે,

કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઇ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે બંને કારીગરને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કામરેજ ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગ નગરમાં રાજેશભાઈ સવજીભાઈ વરડીયા નું એમ્બ્રોઈડરી નું કારખાનું આવેલું છે.

અહીં મૂળ યુપીના વતની ભગવાનસિંહ સાહબ સિંહ રાજપુત, અને સતીષકુમાર મલિકાન સિંહ રાજપુત નામના બે કારીગર કામ કરતા હતા. આ બંને કારીગરો કારખાનામાં બીજા માળે એમ્બ્રોઈડરી ના મશીન ઉપર કામ કરતા હતા.

તે સમયે મશીનમાં કાપડ ફેરવતી વખતે એમ્બ્રોઈડરી નું મશીન 30 ફૂટની લંબાઈનું હોય જે મશીન ની ફેરબદલી કરવાની હતી. ત્યારે ઉતાવળે ભગવાન સિંહ અને સતીષ કુમાર એ મશીનનો એક છેડો બારીની બહાર કાઢતા જે બારીની બહાર વીજ પુરવઠાની હાઈટેન્શનની લાઈન પસાર થતી હતી. તેને અડી ગયા જેથી બંને કારીગરોને જોરદાર કરંટ લાગ્યો હતો.

આ લાઈનને મશીનનો એક ભાગ અડી જતા બંને કારીગરોને કરંટ લાગતા બંને જમીન પર ઢળી પડ્યા હતા. કરંટ લાગતા કારખાનામાં કામ કરતા કારીગરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બંને કારીગરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા મરનાર ભગવાન સિંહ રાજપૂતના માસી ભાઈ ચંદ્રપ્રકાશ રાજપૂત સહિત અન્ય ગામવાસીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કારખાનાના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભગવાન સિંહ રાજપુત અને સતીષ રાજપૂતના મૃત દેહને વતન ઉત્તર પ્રદેશ લઈ જવાની કાર્યવાહી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો