તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં કેટલાક લોકોના રમતા રમતા અથવા તો કેટલાક લોકોના બેઠા બેઠા અચાનક જ મૃત્યુ થઈ જતા હોય છે. આવી ઘટનાના ઘણા વિડીયો પણ તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાઓ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક વ્યક્તિનું ખુરશી ઉપર બેઠા બેઠા જ મૃત્યુ થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 35 વર્ષીય જિમ ટ્રેનરનું ખુરશી ઉપર બેઠા બેઠા જ મૃત્યુ થયું હતું. થોડીક વાર પછી ત્યાં હાજર લોકો જિમ ટ્રેનરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ ઘટના ગાઝિયાબાદમાં બની હતી. અહીં શાલીમાર ગાર્ડનમાં 35 વર્ષીય આદિલ જિમ ટ્રેનર હતો. તેને તાજેતરમાં જ એક પ્રોપર્ટી ડીલિંગની ઓફિસ પણ ખોલી હતી. 16 ઓક્ટોબરના રોજ લગભગ 7:00 વાગ્યાની આસપાસ આદિલ પોતાની પ્રોપર્ટી ડીલીંગની ઓફિસમાં ખુરશીમાં બેઠો હતો. ત્યારે અચાનક જ તે ખુરશીની પર પાછળની તરફ ઢળી પડ્યો હતો. જોકે તે બેઠેલી સ્થિતિમાં જ રહ્યો હતો.
થોડીક વાર પછી ઓફિસમાં હાજર અન્ય લોકોની નજર આદિલ પર પડે છે. બધા નજીક જઈને તેને ઉભો કરવાની કોશિશ કરે છે પરંતુ તે ઉભો થતો નથી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ ડોક્ટરે આદિલને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર હાર્ટ એટેક આવવાના કારણે આદિલનું મૃત્યુ થયું હતું.
આદિલનું મૃત્યુ થતાં જ તેના પરિવારમાં માતમ થવાઈ ગયું હતું. પરિવારના લોકોનું કેવું છે કે તે પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેને તાવ આવતો હતો છતાં પણ તે જીમમાં જતો હતો. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
બેઠા-બેઠા મોત..! ઓફિસમાં ખુરશી પર બેઠેલા વ્યક્તિનું અચાનક જ કરુણ મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/W276gQiwuS
— GUJJU ROCKZ (@gujju_rockz) October 19, 2022
હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખુરશી ઉપર બેઠેલો એક વ્યક્તિ કેવી રીતે શાંતિથી ખુરશીની પાછળની બાજુ ઢળી પડે છે. હકીકતમાં અચાનકત હાર્ટ એટેક આવવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment