હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતા અને તેના દીકરાનું મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યું છે. માસુમ દીકરાનું મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યું છે. જ્યારે તેની માતાનું મૃતદેહ રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટના મથુરામાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષના માસુમ અપંગ બાળકનું મૃતદેહ પાણીના ટાંકા માંથી મળી આવ્યું હતું.
જ્યારે તેની માતાનું મૃતદેહ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર પુરણ નામનો વ્યક્તિ પોતાની પત્ની ઓમવતી અને ચાર વર્ષના દીકરા પવન સાથે રહેતો હતો. રવિવારના રોજ પુરણને કોઈ કામ હોવાના કારણે તે બહારગામ ગયો હતો.
આ દરમિયાન તેની પત્ની અને 14 વર્ષનો દીકરો ઘરે એકલા હતા. જ્યારે સોમવારના રોજ સવારે પૂરણ ઘરે આવ્યો ત્યારે તેને પોતાની પત્નીનું મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પુરાને પોલીસને જણાવ્યું કે, કદાચ ઓમવતીએ સૌપ્રથમ તેના દીકરા પવનનો જીવ લઈ લીધો હશે અને પછી તેના મૃતદેહને પાણીની ટાંકીમાં છુપાવી દીધું હશે અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હશે.
વધુમાં તેને જણાવ્યું કે તેની પત્ની માનસિક રીતે બીમાર હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે મા દીકરાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઘટનાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment