વડોદરામાં ઘરમાંથી પતિ-પત્નીના મૃતદેહ મળ્યા, અઢી વર્ષનો બાળક માતા-પિતાના મૃતદેહ પાસે રમતો હતો… જાણો શું છે સમગ્ર ઘટના…

વડોદરામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાલય આજના છઠ્ઠા માળે ઘરમાંથી પતિ અને પત્નીનું મૃતદેહ મળી આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન ઘરમાં માત્ર અઢી વર્ષનો માસુમ બાળક પોતાના માતા-પિતાના મૃતદેહ પાસે રમી રહ્યો હતો.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. જાણવા મળી રહ્યો છે કે પતિનું મૃતદે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. જ્યારે પત્નીનું મૃતદેહ જમીન પર પડેલું હતું અને પત્નીના ગળાના ભાગે બે ટપકા પણ જોવા મળ્યા હતા.

હાલમાં તો પોલીસે પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે, કે પતિએ સૌપ્રથમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હશે અને ત્યારબાદ પોતે સુસાઇડ કરી લીધું હશે.

સમગ્ર ઘટનાને લઈને પડોશમાં રહેતા એક બહેને જણાવ્યું કે, આ લોકો અહીં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. તેમને અઢી વર્ષનો છોકરો છે અને દીકરો તેમને કાકા કાકી કરીને બોલાવતો હતો. વધુમાં તેમને જણાવ્યું કે, મારી છોકરી નોકરી પરથી ઘરે આવી ત્યારે તેને અઢી વર્ષના બાળકને રમવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ મારી દીકરી તે લોકોના ઘર તરફ હતી અને પછી મારી દીકરી એ મને કહ્યું કે, મમ્મી આશિષ અંકલે તો ગળાફાંસો ખાધો છે.

ત્યાર પછી મેં બહાર આવીને જોયું તો ઘરમાં આશિષભાઈ અને આરતીબેન નું મૃતદેહ પડેલું હતું. ત્યાર પછી મેં બધાને બોલાવ્યા હતા. વધુમાં તેમને જણાવ્યું કે બંને વચ્ચે ક્યારેક ક્યારેક ઝઘડા થતા હતા. પરંતુ આજે તો બંને વચ્ચે કશું થયું ન હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*