દીકરી પિતાનો સહારો : ભુજમાં પિતાના મૃત્યુ બાદ 5 દિકરીઓએ પિતાની અર્થીને કાંધ આપ્યો, આ દ્રશ્ય જોઈને તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા…

Published on: 5:50 pm, Tue, 10 May 22

આજના આધુનિક યુગમાં દીકરીઓ પણ દીકરા સમાન બની રહી છે ત્યારે નારી હવે અબળા નથી રહી અને તે સબળા બની ગઈ છે. ત્યારે વાત કરીએ તો આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓ દીકરાઓને ટક્કર આપી રહી છે અને આગળ ધપ રહીને પોતાના પરિવાર માટે સહારો બને છે.

આજના યુગમાં હવે ‘દીકરી એટલે સાપનો ભારો’ ની જગ્યાએ કહીએ તો ‘દીકરી બાપ નો સહારો’ બની ગઈ છે.એવામાં આ કહેવતને સાર્થક કરતો પ્રસંગ ભુજના વાલદાસનગર ખાતે રવિવારના રોજ એક ઘટના બની હતી. જે ઘટનામાં પિતાનું મૃત્યુ થતાં તેમને પુત્ર ન હોવાથી માત્ર પાંચ દિકરીઓ સેવા કરતી હતી.

આ ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ભુજના વાલદાસ નગર માં રહેતા માવજીભાઈ ગોવિંદભાઇ ચાવડા તેમની વય મર્યાદાને લીધે અવસાન પામ્યા હતા. તેથી તેમના પરિવારમાં કોઈ પુત્ર ન હોવાને લીધે તેમની પાંચ દિકરીઓ જ તેમના પિતા ની સેવા કરતી હતી. તેથી અંતિમ વિધિ પણ આ 5 દીકરીઓએ આપી ત્યારબાદ સામાજિક રિવાજો ને તિલાંજલિ આપતા કાંધ આપી ને સ્મશાન ખાતે અંતિમ મંઝીલ પર સુધી પણ પહોંચાડ્યા હતા.

વિસ્તૃતમાં જણાવીશ તો સિદ્ધપુર રાજપૂત સમાજ અને અન્ય સમાજને રાજી કરતી આ ઘટના મુજબ માવજીભાઈનો 8 એપ્રિલ ના રોજ તેમની વય મર્યાદાને કારણે અવસાન થયું હતું.તેમને માત્ર પાંચ દિકરીઓ જેમનું નામ પુષ્પાબેન,ભદ્રા બેન ,કલ્પનાબેન, સ્વાતિબેન હતું. જેમણે તેમના પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમના પિતાને કાંધ આપવા માટે આ પાંચ દિકરીઓ તૈયાર થઈ હતી. અત્યારે કહી શકાય કે માનવીનું કાળજું પણ કંપી ઉઠ્યું જ્યારે આ પાંચેય દીકરી તેમના પિતાની અર્થીને કાંધ આપી.

સૌ કોઇ જ્ઞાતિજનો બોલી ઉઠ્યા કે ‘દિકરી તુલસીનો ક્યારો’અને ‘દીકરી બાપ નો સહારો’ આ વાતને સાર્થક કરતી આ પાંચ દીકરીએ સમાજને એક નવી રાહ ચીંધી છે,ત્યારે સામાજીક કુરિવાજોને તિલાંજલી આપતો આ કિસ્સો આજે આ પાંચેય દીકરીએ કરી બતાવ્યો કે દીકરી પણ દીકરાઓથી કમ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી પિતાનો સહારો : ભુજમાં પિતાના મૃત્યુ બાદ 5 દિકરીઓએ પિતાની અર્થીને કાંધ આપ્યો, આ દ્રશ્ય જોઈને તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*