ગુજરાતમાં સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ મોટી ઉંમરના વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો જોવા મળ્યા હતા અને હવે બાળકો અને નાની ઉંમરના લોકો માટે ટેકના બનાવો વધી રહ્યા છે.
ત્યારે પાલનપુરમાં બનેલી વધુ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટના પાલનપુર તાલુકાના આકેસણ ગામમાં 20 વર્ષની યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન યુવતીએ પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. 20 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારજનો અને આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી યુવતીનું નામ ભૂમિકાબેન બાબુભાઈ મોર હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
ભૂમિકા ખેતરમાં ઘાસચારો વાઢી રહી હતી. આ દરમિયાન ભૂમિકાને અચાનક પછી ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડી હતી. પછી ભૂમિકાનો ભાઈ તેને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ જાણવા મળ્યું કે ભૂમિકાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નાની ઉંમરે પરિવારની એકની એક દીકરીનું મોત થતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ભૂમિકાના પરિવારમાં તેમના માતા પિતા અને એક ભાઈ છે. ભૂમિકાનું મોત થતા જ ભાઈ એકની એક બહેન ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment