વડોદરામાં કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમમાં તૃષા સોલંકી નામની 19 વર્ષની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઇને તૃષાના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે બંને ભાઈઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મારી ભાણી મૃતદેહ ત્યાં જોવા મળ્યું હતું.
તેનો હાથ તેના શરીર થી અલગ હતો. તૃષાના મામાએ જણાવ્યું કે, મંગળવારના રોજ હું નોકરી પરથી છૂટીને પરના આશરે સાડા ત્રણ વાગ્યે ઘરે આવ્યો હતો અને મારા પરિવારે સાથે ઘરે હાજર હતો. દરમિયાન રાત્રે નવ વાગ્યાનો સમય થયો હતો. દરરોજ 8.30 ઘરે આવી જતી તૃષા 9 વાગે પણ ઘરે ન આવી.
તેથી મેં તેને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ બતાવતા હતા. પરંતુ મેં મારી ભાણીને સંપર્ક કરવાનું શરૂ રાખ્યું. ત્યારબાદ 9.15 કલાકે બે પોલીસ જવાન મારા ઘરે આવ્યા હતા અને મને એકટીવાનો નંબર જણાવીને વાહનના માલિક વિશે પૂછપરછ કરી હતી.
ત્યારે મેં જણાવ્યું કે આ એકટીવા મારા બનેવી રાજેન્દ્રસિંહ છે. આ એકટીવા મારી ભાણી તૃષા ઉપયોગ કરી રહી છે. ત્યારબાદ બંને પોલીસ જવાનોએ મને જણાવ્યું કે, મુજાર ગામડી જવાના રોડ પરના નાકા પાસે એક્ટિવા પડેલી છે. ત્યાંથી થોડે દૂર એક યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે.
ત્યારબાદ બંને પોલીસ જવાનોએ મને તેમની સાથે ચાલવાનું કહ્યું હતું. ત્યારબાદ હું અને મારો ભાઈ પોલીસ સાથે મુજાર ગામડી રોડ ઉપર ગયા હતા. ત્યાં મેં અમારી ભાણી તૃષા મૃતદેહ જોયું હતું. આ વખતે બનાવ બનેલા જગ્યા નજીક રહેતા ગીતાબેન પણ ત્યાં હાજર હતા. તેને જ્યારે બનાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આઠ વાગ્યાની આસપાસ હું જ્યારે ઘરનું કામ કરતી હતી.
ત્યારે ઘરની સામે ના ખેતર ના છેડા તરફથી કોઈ છોકરીની બચાવો…બચાવો…ની બોમ્બ સંભળાતી હતી. આ દરમિયાન અમારા ઘરની લાઈટ જતી રહી હતી. જેના કારણે જે બાજુ થી અવાજ આવતો હતો તે બાજુ હું જોઈ શકી નહીં. 15 મિનિટ પછી લાઈટ પાછી આવી હતી. ત્યારબાદ જે બાજુથી અવાજ આવતો હતો. તે બાજુ હું ગઈ ત્યારે એક છોકરીનું મૃતદેહ પડેલું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment