હાલમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે માંડવી તાલુકાના પિયાવા વાડી વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર માં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં ધોરણ 11માં અભ્યાસ કરતી 17 વર્ષની દીકરીએ ગુરૂવારના રોજ બપોરે સાયકોલોજીની પરીક્ષા આપ્યા બાદ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મૃત્યુ પામેલી દીકરીની સાથે રહેતી વિદ્યાર્થીનીઓ આ દ્રશ્ય જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. મળતી માહિતી અનુસાર મુળ ગાંધીધામના શિણાય ગામની રહેવાસી 17 વર્ષીય મુકતા ધીરુભાઈ હડીયા નામની દીકરી છેલ્લા પાંચ વર્ષથી સ્વામિનારાયણ કન્યા હોસ્ટેલમાં રહેતી હતી અને ત્યાં જ અભ્યાસ કરતી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી માતા પિતા ન હોવાના કારણે અભ્યાસનો તમામ ખર્ચો સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવતો હતો. મળતી માહિતી અનુસાર મુકતા ગુરૂવારના રોજ સવારે પોતાની પરીક્ષા આપી હતી.
અને પરીક્ષા પૂર્ણ થઇ ગયા બાદ મુકતા પોતાની રૂમમાં ચાલી ગઈ હતી અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મુકતાએ રૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે મુકતાની રૂમ પાર્ટનરે દરવાજો ખખડાવ્યો ત્યારે મુકતાએ દરવાજો ખોલ્યો નહીં.
ત્યારબાદ છાત્રાલયના કર્મચારીઓએ દરવાજો તોડ્યો હતો. ત્યારે રૂમની અંદરથી મૂકતાં મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મુક્તાની અંતિમવિધિ માટે મુકતા મૃતદેહ મુક્તાના મોટા પપ્પાને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment