સુરતમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. સુરતમાં વરાછા યોગીચોક વિસ્તારમાં તુલસી રો હાઉસ નામની એક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ત્રીજા માળે ગેલેરીમાં પગ લપસતા એક દીકરી ત્રીજા માળેથી નીચે પડી હતી. આ ઘટના બનતા જ ભારે ભાગદોડ બચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા દીકરીની માતા પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોતાની દીકરીને બેભાન હાલતમાં જોઈને માતા પણ ઘટના સ્થળે જ બેભાન થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ દીકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, દીકરી ત્રીજા મળેથી નીચે પડી ત્યારે તેનું માથું રોડ ઉપર સીધું ભટકાતું નથી, પરંતુ સૌ પ્રથમ તેના હાથ રોડ ઉપર અથડાય છે.
જેના કારણે આ ઘટનામાં દીકરીના હાથના ભાગે વધારે પડતી ઇજા પહોંચી છે. આ ઉપરાંત તેના માથાના ભાગમાં પણ ગંભીર ઈજા છે. જો આ ઘટનામાં દીકરીનું માથું સીધું જમીન સાથે અથડાયું હોત તો તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હોત. મળતી માહિતી અનુસાર આ ઘટના ગત શનિવારના રોજ 11 વાગ્યાની આસપાસ બની હતી. પરંતુ ઘટનાના સીસીદેવી ફૂટેજ હાલમાં સોશિયલ વડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સુરતમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરી ત્રીજા માળેથી નીચે પડી, દીકરીને જોઈને માતા પણ ઢળી પડી… જુઓ ઘટનાનો હચમચાવી દેતો વિડિયો… pic.twitter.com/k9uzPEFxj5
— GUJJU ROCKZ (@gujju_rockz) July 31, 2023
મળતી માહિતી અનુસાર ત્રીજા માળની ગેલેરીમાંથી દીકરી અચાનક જ નીચે પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ દીકરીની માતા તરત જ ત્યાં દોડી આવી હતી અને પોતાની દીકરીને જોઈને માતા પણ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ દીકરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે દીકરીને સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાનો ભોગ બનેલી દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. મિત્રો આ માસુમ દિકરી જલ્દી સારી થઈ જાય તે માટે આપણે બધા પ્રાર્થના કરશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment