રાજકોટમાં પટેલ યુવકનો અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત… દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાના કારણે હવે ગુજરાતની જનતા જનતામાં મુકાઈ ગઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ તો મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા હતા. ત્યારે હાલમાં બાળકો અને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસમાં ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. અહીં આશિષ પરસોતમભાઈ અકબરી નામના 40 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

આશિષભાઈ મોરબી રોડ પર આવેલી આનંદ એવન્યુ સોસાયટીમાં શેરી નંબર એકમાં રહેતા હતા. આશિષભાઈ અગાઉ ચાંદીકામ કરતા હતા. પરંતુ સાત વર્ષ પહેલા આશિષભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ પથારીવશ હતા. ત્યારે ગઈકાલે અચાનક જ પથારીમાં આશિષભાઈને હાર્ટ એટેક આવ્યો હતો.

એટલે પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે આશિષભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આશિષભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા આશિષભાઈને સંતાનમાં એક દીકરી છે. આ ઘટના બનતા જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાર્ટ એટેક આવવાના કારણે આશિષભાઈનું મોત થતા જ હસતા ખલતા પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*