ભાવનગરમાં 18 વર્ષની દીકરીનું ઊંઘમાં જ હૃદય બંધ થઈ જતા કરુણ મોત… કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો…!

ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી નાની વયના લોકોમાં હાર્ટ અટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. જ્યારે ભાવનગરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે.

આ ઘટના ભાવનગર જિલ્લાના દેવલી ગામમાંથી સામે આવી રહી છે. અહીં એક યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. માત્ર 18 વર્ષની દીકરીનું મોત થતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલી દીકરીનું નામ જીજ્ઞા બારૈયા હતું. દીકરી જીજ્ઞા ખેતરમાં વાવેલી સિંગ કાપીને ઘરે આવી હતી. ઘરે આવીને દીકરીએ પોતાની માતાને કહ્યું હતું કે, ભવાઈ જોવા જવાનું છે એટલે થોડોક ટાઈમ હું આરામ કરી લઉં. ત્યાર પછી ઊંઘમાં જ દીકરીનું હૃદય બંધ પડી ગયું હતું.

પછી જીજ્ઞા જાગી નહીં એટલે પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે જિજ્ઞાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ગુજરાતમાં સતત વધતી જતી હાર્ટ એટેક ની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. એટલા માટે દરેક ગુજરાતીઓને એટલી જ સૂચના આપી છે કે, જો તમને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે અથવા તો શરીર પર કોઈ પણ પ્રકારનું દબાણ પડે તો તરત જ સમય બગડ્યા વગર ડોક્ટર પાસે જતું રહેવું જેનાથી તમને યોગ્ય સારવાર મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*