પિતાના અંતિમ સંસ્કારમાં જઈ રહેલી દીકરી અને કાકીને એક ડમ્પર ચાલકે કચડી નાખી, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…

Published on: 3:15 pm, Wed, 13 July 22

મિત્રો ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં રોડની સાઈડમાં ચાલી રહેલી બે મહિલાઓને પાછળથી પુરપાડ ઝડપે આવી રહેલા ડમ્પરે કચડી નાખી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બંને મહિલાઓના કરુણ મૃત્યુ નીપજ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃતક મહિલાઓના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટના સ્થળે હોબાળો કર્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગામના લોકો અને પરિવારના લોકોને સમજાવીને આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં લીધો છે. આ દર્દના અકસ્માતની ઘટના હમીરપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર જગન્નાથ નામનો વ્યક્તિ મંગળવારના રોજ મોડી રાત્રે બીમારીના કારણે મૃત્યુ પામ્યો હતો.

ત્યારે રાધા નામની મહિલા તેની 60 વર્ષે કાકી સુશીલા સાથે ગામમાં રહેતા તેના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જઈ રહી હતી. બંને પગપાળા ત્યાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક બેકાબુ ડમ્પરે બંને મહિલાઓને કચડી નાખી હતી. જેના કારણે બંને મહિલાઓના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પરચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પરંતુ આગળ ચોક પર બેઠેલા પોલીસ કર્મીઓએ અને ગામના લોકોએ દોડીને ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ડમ્પર જપ્ત કરીને ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાના અંતિમ સંસ્કારમાં જઈ રહેલી દીકરી અને કાકીને એક ડમ્પર ચાલકે કચડી નાખી, બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*